+91 87587 87943 info@ramdevschool.com

Principal Message

ASHOKBHAI

સાદર નમસ્કાર !

    પ્રથમ તો એકઆચાર્ય તરીકે આવી સંસ્કારયુક્ત શાળા વિશે લખતા હર્ષની લાગણી અનુભવું છું. શાળામાંઆચાર્ય તરીકે હોવું અને એ જ સંસ્થા વિશે કલમ ઉપડવાની હોય ત્યારે કોનું હદય પુલ્કીતન થાય ?

    ટ્રસ્ટી મંડળતેમની સામાજિક ઋણ અદા કરવાની ભાવના સાથે કાર્યરત છે. છેલ્લા 10 વર્ષથી સંસ્થાસામાજિક, વ્યવસાયિક, શૈક્ષણિકતેમજ વિદ્યાર્થીના સર્વાંગી વિકાસ માટે ખુબજ પ્રયત્નશીલ સંસ્થા તરીકે ગણનાપાત્ર બનીછે. શાળા પરિવારના વિશાળ સમુદાયમાં શિક્ષણપ્રિય ટ્રસ્ટી મંડળ, આચાર્યશ્રી અને શિક્ષકોની સંયુક્ત ભાગીદારીથી વિદ્યાર્થીના શિક્ષણનીઝંખનાને એક નવું રૂપ આપવામાં આવેલ છે.

    નિર્મળ હદયનીઉપરની પંક્તિ અને દિવ્ય ચેતના સાથે શિક્ષક જાગે અને પોતાના વાણી, વર્તન અને પ્રભાવના કિરણોથી બાળકના શરીરમાં પ્રકાશનો સંચય કરે, તેની અંદર પડેલી દિવ્ય શક્તિના દર્શન કરાવે તો સાચા અર્થમાં તેનો શિક્ષકધર્મ સાર્થક થાય. શિક્ષક સમાજ અને રાષ્ટ્ર માટે સૌથી જવાબદાર વ્યક્તિ છે. શાળામાંશૈક્ષણિક કાર્ય કરાવતા તાલીમી અનુભવી અને પોતાના અનુભવના નિચોડથી જ્ઞાન આપતાશિક્ષકો સંસ્થાની પ્રગતિના એક ભાગરૂપ છે. શાળામાં ભણતા વિદ્યાર્થીઓ અને વાલીમિત્રોહરહમેશ સંસ્થાના નીતિ નિયમોનું પાલન કરી શિક્ષણના સહભાગી બન્યા છે.

    વાલીમિત્રોને ખાસજણાવવાનું કે પ્રસન્ન પરિવાર દ્વારા જ પ્રસન્ન સમાજનું નિર્માણ થાય છે, જ્યાં બાળકોને હુંફ અને રક્ષણ મળતા હોય,જ્યાં સૌનો આદર જળવાતો હોય એવો પરિવાર એ જ પ્રસન્ન પરિવાર છે. વાલીમિત્રો આપેઅમારી શાળાને પસંદ કરી બાળકનો પ્રવેશ મેળવ્યો છે તો અમો સૌ મળી હરહંમેશ બાળકોઉચ્ચત્તમ શિક્ષણ મેળવી સર્વાંગી વિકાસ સાધે તેવા પ્રયત્ન કરતાં રહીશું.

    વિદ્યાર્થી, વાલી, શિક્ષક,આચાર્ય, ટ્રસ્ટીમંડળની સહભાગીદારી જેટલી મજબુત તેટલો જ તેસંસ્થાનો વિકાસ સારો. આ સંસ્થા વિદ્યાર્થી, વાલી, શિક્ષક, આચાર્ય,ટ્રસ્ટીમંડળની સહભાગીદારીથી અનંતકાળ સુધી ઉત્તરોત્તર સફળતાના સોપાન સર કરે તેવીઅંત:કરણની ભાવના સહ.....


Back to Top